આજે ગુરૂપૂર્ણિમા એટલે કે ઇશ્વરની દિવ્ય ઉર્જાને મનુષ્ય સુધી પહોંચાડનાર ગુરૂપદ ધરાવતા ગુરૂજનોની વંદનાનો અવસર. સમગ્ર ગોહિલવાડમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે વંદનાના ભાવભેર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આ અવસરે લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્માએ પૂ.મદનમોહનદાસબાપુને ભાવભેર ગુરૂવંદના કરી હતી.
આ અવસરે શિષ્યભાવ સાથે કોમલકાંત શર્માએ જણાવ્યું હતું કે, ઇશ્વરની કૃપા ગુરૂના આશિર્વાદ સાથે આપણા સુધી પહોંચતી હોય છે. માતુશ્રી લીલાવતી બેન, પિતા ફકિરચંદભાઈ તથા ગુરૂ પૂજય મદનમોહન દાસ બાપુના આશિર્વાદ અને કૃપા થકી જે પ્રાપ્ત થતું છે તે પરમ પ્રસાદી કહી શકાય. ઇશ્વરે ગુરૂ અને માતા-પિતા સ્વરૂપે માનવ માત્રને સૌથી મોટા વરદાન આપ્યાં છે ત્યારે ગુરૂચરણોમાં મારા કોટી કોટી વંદન છે.