નરેન્દ્ર ચુડાસમા, ભાવનગરના ગ્રામ્ય પંથકમાં આજે કોરોના પોઝિટિવ કેસમાં ઉછાળો આવ્યો છે. એકલા કોળિયાક ગામમાં જ ૮ મહિલા અને બે પુરુષ મળી ૧૦ પોઝિટિવ કેસ મળી આવેલ આ ઉપરાંત ભાવનગર અને ઘોઘા તાલુકાના મળી અન્ય ૧૦ સાથે ગ્રામ્ય પંથકમાં આજે ગુરુવારે નવા ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોધાયા હતા.
ભાવનગર શહેરમાં આજે ગુરુવારે નવા ૧૬ કોરોનાના ૧૬ પોઝિટિવ કેસ મળી આવેલ તેની સામે ૧૬ દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા આમ આજે નવા ૩૬ પોઝિટિવ સામે શહેરમાં ૧૬ અને ગ્રામ્યમાં ૧ મળી ૧૭ દર્દી ઓને ડિસ્ચાર્જ કરાયા હતા હવે ભાવનગરમાં કુલ ૨૫૯ એકટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.