ભાવનગર નવાપરામાં ગઈકાલે જીએસટીની ટીમ બોગસ બીલિંગ મામલે મામલે મહેક એપાર્ટમેન્ટમાં તપાસમાં ગઇ હતી.આ સમયે કુખ્યાત વલ્લી હાલારી અને તેના માણસોએ જીએસટી અધિકારીઓને ધોકા ફટકારી ગડદાપાટુનો માર માર્યો હતો આ ઘટના એ સ્વભાવિક જ ગંભીર રૂપ ધારણ કર્યું છે અને સીજીએસટી એ આક્રમકતા દાખવી પાઠ ભણાવવા કડકાઈ દાખવી છે. આજે ફરી આ જ સ્થળે પોલીસના મસમોટા કાફલા સાથે ટીમ સીજીએસટીએ ઓપરેશન હાથ ધર્યું છે. વલી હાલારી અને તેના મળતીયાઓ પર બોગસ બીલિંગ મામલે સિકંજો કસવામાં કોઈ પાછી નહિ કરવાના મૂડમાં તંત્રવાહકો જણાય છે. આજે એએસપી સફિન હસન સહિત નિલમબાગ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઓપરેશન હાથ ધરાતા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન કિસ્સો બન્યો છે.