સીજીએસટી ટીમે પોલીસના કાફલા સાથે આજે નવાપરામાં મહેક એપાર્ટમેન્ટમાં ફલેટ નંબર 321માં ફરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન અન્ય એક 16 નંબરનો ફ્લેટ પણ આ પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવામાં આવતો હોવાનું ખુલતા તાળું તોડી તપાસ કરાઈ હતી. આ ફ્લેટને પોલીસે સીલ કર્યો છે.
વધુમાં બોગસ બીલિંગ આચરનાર વલી હાલારીના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ સિફત પૂર્વક બધું જ સાહિત્ય ગુમ કરી દેવાયું હોવાથી કશું હાથ લાગ્યું ન હતું. તવાઈ વધતા બોગસ બીલિંગ ગેંગ ભૂગર્ભમાં ઊતરી ગઈ હોવાનું તંત્રનું માનવું છે.
મહેક એપાર્ટમેન્ટમાં ગેરકાયદે બાંધકામ મળી આવ્યું, મ્યુ.એસ્ટેટ વિભાગે સ્થળ વિઝીટ કરી
નવાપરામાં મહેક એપાર્ટમેન્ટમાં સીજીએસટી વિભાગની ટીમ પર હુમલાની ઘટના બાદ તંત્ર આક્રમક બન્યું છે તેવામાં આજે એપાર્ટમેન્ટની અગાશીમાં ગેરકાયદે બાંધકામ જણાતા મહાપાલિકા તંત્રને જાણ કરાઈ હતી. આથી એસ્ટેટ ઓફિસર સ્થળ પર દોડી ગયેલ. પ્રાથમિક તબક્કે બાંધકામ ગેરકાયદે જણાતા આગળની કાર્યવાહી માટે કોર્પોરેશનએ ગતિવિધિ હાથ ધરી હોવાની વિગતો મળી રહી છે.