ગુજરાતમાં એક વ્યક્તિમાં કંઈક અલગ પ્રકારનું બ્લડ ગ્રુપ મળી આવ્યું છે. જેનું નામ EMM નેગેટિવ છે. આ વ્યક્તિ હૃદય રોગથી પીડિત છે. મુખ્યત્વે 4 પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે.
અતયાર સુધીમાં તમે 4 પ્રકારના બ્લડ ગ્રુપ જોયા હશે. જેમાં A, B, O અને AB નો સમાવેશ થાય છે. પણ ગુજરાતમાં કંઈક એવું બ્લડ ગ્રુપ મળ્યું કે જે ભારતમાં પહેલી વાર જોવા મળ્યું. જેનું નામ EMM Negative છે. ગુજરાતના રાજકોટ શહેરના 65 વર્ષીય વ્યક્તિના શરીરમાં આ દુર્લભ લોહી વહી રહ્યું છે. આ વ્યક્તિને હૃદયની બીમારી છે.
તમને જણાવી દઈએ કે EMM Negative ને 42 મુ બ્લડ ગ્રુપ સિસ્ટમ માનવામાં આવી રહ્યું છે. આ પ્રકારના બ્લડ ગ્રુપ ને લીધે શરીરમાં EMM હાઈ ફ્રીક્વન્સી એન્ટીજન્ટની ઉણપ હોય છે. આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકો લોહી આપી શકતા નથી અને કોઈનું લોહી લઇ પણ શકતા નથી.
મીડિયા રિપોર્ટ મુજબ આ વ્યક્તિને હાર્ટ-એટેક આવતા અમદાવાદ લાવવામાં આવ્યા હતા. એમની હાર્ટ સર્જરી માટે લોહીની જરૂર હતી. જયારે અમદાવાદ લેબોરેટરીમાં બ્લડ સેમ્પલની તપાસ શક્ય નો બની તો બ્લડ સેમ્પલ સુરત બ્લડ ડોનેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યું. વિશ્લેષકોના મત મુજબ આ સેમ્પલ કોઈ સામાન્ય બ્લડ ગ્રુપ સાથે મેચ થતું ન હોવાને લીધે વધુ તપાસ અર્થે અમેરિકા મોકલવામાં આવ્યું. ત્યાર પછી આ બ્લડ ગ્રુપને EMM નેગેટિવ તરીકે ઓળખવામાં આવ્યું. આ બ્લડ ગ્રુપ ભારતમાં પહેલું અને વિશ્વમાં દસમું બ્લડ ગ્રુપ બન્યું.