આઇપીએલના ફાઉન્ડર અને બિઝનેસમેન લલિત મોદી સાથે જોડાયેલ એક મોટા સમાચાર સામે આવ્યા છે. લલિત મોદીએ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સુષ્મિતા સેન સાથે પોતાના રિલેશનશિપની જાહેરાત કરી છે. તેમણે પોતાની એક તસવીર શેર કરતા સુષ્મિતાને પોતાની બેટરહાફ ગણાવી છે. આથી માનવામાં આવી રહ્યું છે કે, લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે સગાઇ કરી લીધી છે. લલિત મોદી દ્વારા શેર કરાયેલી તસવીરમાં સુષ્મિતા સેન સગાઇની રિંગ પહેરેલી નજર આવી રહી છે.
સુષ્મિતા સેનથી વેડિંગની પુષ્ટિ કરતા લલિત મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, પરિવાર સાથે માલદીવ અને સાર્ડિનિયાની ગ્લોબલ ટૂર કરી લંડન પરત ફર્યો છું. મારી બેટરહાફ સુષ્મિતા સેનનો ઉલ્લેખ કર્યા વિના કેવી રીતે રહી શકાય- એક નવી શરૂઆત. આખરે એક નવું જીવન. ચાંદ પર છું. લલિત મોદીના આ બીજા લગ્ન છે.
આ પહેલા તેમણે પોતાની માતાની દોસ્ત મીનલ સાથે લગ્ન કર્યા હતા. જે ઉંમરમાં તેનાથી 9 વર્ષ મોટી હતી. મીનલના લગ્ન નાઇઝીરિયાના બિઝનેસમેન જૈક સાગારાની સાથે થઇ હતી. તેના પહેલા લલિતે પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો હતો. લગ્નના ઠીક પહેલા લલિતથી આવેલા પ્રસ્તાવને મીનલ ગુસ્સે થઇ ગઇ હતી. તેમણે લલિત સાથે ચાર વર્ષ સુધી વાતચીત બંધ કરી દીધી હતી.
લલિત મોદીએ સોશિયલ મીડિયા દ્વારા અભિનેત્રી સુષ્મિતા સેનની સાથે કેટલીક તસવીરો શેર કરી છે, જેમા તેમણે સુષ્મિતાને પોતોની પત્ની ગણાવી સંબોધિત કરી છે. સોશિયલ મીડિયા પર લલિત મોદી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. લલિત મોદીના આ ટ્વીટને જોઈને યુઝર્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે ‘આર્યા’ સ્ટાર બિઝનેસમેન સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે, જો કે હવે તેણે એક પોસ્ટ શેર કરીને લગ્નના સમાચારને ફગાવી દીધા છે અને કહ્યું છે કે તેઓ હમણાં જ એકબીજાને ડેટ કરી રહ્યા છે.