1985માં એર ઇન્ડિયા બોમ્બ વિસ્ફોટ મામલે નિર્દોષ છૂટેલા બિઝનેસમેન પંજાબી મૂળના કેનેડિયન શિખ નેતા રિપુદમનસિંહ મલિકની ગુરૂવારે સવારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. શુક્રવારે સવારે 9 વાગ્યે ગોળીઓનો અવાજ આવ્યો, ત્યારે એક ગોળી રિપુદમનસિંહને પણ વાગી હતી. અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું. કેટલાક પોલીસ અધિકારીઓએ પ્રાથમિક સારવાર કરી અને તેમને હોશમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગોળીઓ એટલી નજીકથી મારવામાં આવી કે રિપુદમન બચી ન શક્યા.
કેનેડાના રહેવાસી શિખ નેતા રિપુદમનસિંહની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. 1985ના એર ઇન્ડિયા બોમ્બ વિસ્ફોટમાં તેમનું નામ સામે આવ્યું હતું. પરંતુ બાદમાં 2005માં તેમને તે કેસમાં નિર્દોષ જાહેર કરાયા હતા. રિપુદમનસિંહ મલિક હંમેશાથી વિવાદોમાં રહ્યા છે. તેમના જીવનનો સૌથી મોટો વિવાદ 1985નો એર ઇન્ડિયા વિસ્ફોટ જ રહ્યો. આયરિશ હવાઈ ક્ષેત્રમાં આકાશમાં વિમાનમાં બ્લાસ્ટ થયો અને ઘટનાસ્થળે જ 331 મુસાફરોના જીવ ગયા હતા. તે એક આતંકવાદી હુમલો હતો અને કેટલાક લોકોના નામ સામે આવ્યા હતા. તે ઘટનાના 20 વર્ષ બાદ કોર્ટે તેમને અને તેમના સાથીઓને નિર્દોષ છોડી દીધા.