Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના કારણે યુદ્ધ વધુ લાંબુ ખેંચાઈ રહ્યું છે

અમેરિકા ભારત પર બમણો ટેરિફ ઝીંકવાની 27 ઓગસ્ટ સુધીની ડેડલાઈનને આગળ નહીં વધારે

dharmendravaghela by dharmendravaghela
2025-08-22 12:16:35
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાએ એકવાર ફરી ભારતને રશિયા-યુક્રેન યુદ્ધને લઈને કઠઘરમાં આવી ગયા છે. ટ્રમ્પ વહીવટી તંત્રએ ગુરૂવારે કહ્યું કે, ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના કારણે યુદ્ધ વધુ લાંબુ ખેંચાઈ રહ્યું છે. આ સાથે વ્હાઇટ હાઉસે એ વાતનું પુનરાવર્તન કર્યું કે, બમણા ટેરિફ અને કડક પ્રતિબંધ લગાવવામાં આવે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, શાંતિનો રસ્તો ભારત થઈને જાય છે. જોકે, તેમના આ તર્કને અમેરિકન મીડિયાએ નકારી દીધો હતો. તેમના આ જ તર્ક પર ચીનને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

પીટર નવારોએ કહ્યું કે એ ફાલતુની વાત છે કે ભારતને રશિયાના ઓઈલની જરૂર છે. ભારતની રિફાઈનરીઓ નફાખોરી કરી રહી છે. તેમણે ચેતવણી ઉચ્ચારી કે ડોનાલ્ડ ટ્રમ્પ મોસ્કો પાસેથી ઓઈલ ખરીદવાની સજા તરીકે ભારત પર બમણો ટેરિફ ઝીંકવાની 27 ઓગસ્ટ સુધીની ડેડલાઈનને આગળ નહીં વધારે. હવે ફક્ત 6 દિવસ બાકી છે. એવું લાગે છે કે યુક્રેનમાં જે લોહિયાળ સંઘર્ષ થઈ રહ્યો છે તેમાં ભારત તેની ભૂમિકાને સ્વીકારવા તૈયાર નથી. ભારતની જિનપિંગ સાથે મિત્રતા વધી રહી છે. નવારોએ કહ્યું કે, ‘શાંતિનો રસ્તો ભારત થઈને જાય છે. હું ભારતને પ્રેમ કરૂ છું, મોદી એક મહાન નેતા છે. પરંતુ, ભારતે જોવું જોઇએ કે, આ તે વૈશ્વિક અર્થતંત્રમાં શું કરી રહ્યું છે. આ યુદ્ધને રોકવાની બદલે વધારવામાં આવી રહ્યું છે.’ આ વિશે વધુ વાત કરતા નવારોએ કહ્યું કે, ‘ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી તેને રિફાઇન કરે છે અને તેમાંથી નફો કમાય છે. રશિયાને મળતા પૈસામાંથી હથિયાર બને છે અને તે યુક્રેનના લોકોની હત્યા કરે છે. પરિણામે, અમેરિકન કરદાતાને વધુ સૈન્ય સહાય આપવી પડે છે. આ ગાંડપણ છે, પરંતુ પ્રમુખ ટ્રમ્પે તેને સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.’ નવારોનો આરોપ છે કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે અમેરિકન ગ્રાહકોના પૈસાનો ઉપયોગ કરી રહ્યું છે. તેમણે તેને “રિફાઇનિંગ પ્રોફિટિયરિંગ સ્કીમ” ગણાવી.

અમેરિકન મીડિયા અને નિષ્ણાંતોએ વ્હાઇટ હાઉસના આ તર્ક પર પ્રશ્ન કર્યા. વિશ્લેકો અને નિષ્ણાંતોનું કહેવું છે કે, અમેરિકા ચીનની મોટા પાયે કરવામાં આવતી ક્રૂડ ઓઇલની ખરીદી પર ચૂપ છે. જોકે, ચીન રશિયા પાસેથી ભારત કરતા અનેકગણું વધારે ક્રૂડ ઓઇલ ખરીદે છે. ટીકાકારોએ એ પણ યાદ અપાવ્યું કે, પહેલા અમેરિકાએ જ વૈશ્વિક ક્રૂડની કિંમતોને સંતુલિત રાખવા માટે ભારતને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાની મંજૂરી આપી હતી.

Tags: indiapeter navarrorussia ukraine warUSA
Previous Post

ભાવનગરમાં નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા જવાહર મેદાનમાં ગણેશ મહોત્સવનું આયોજન

Next Post

યુક્રેન ત્રણ શરતો સ્વીકારે તો રશિયા શાંતિ કરાર માટે તૈયાર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
યુક્રેન ત્રણ શરતો સ્વીકારે તો રશિયા શાંતિ કરાર માટે તૈયાર

યુક્રેન ત્રણ શરતો સ્વીકારે તો રશિયા શાંતિ કરાર માટે તૈયાર

અમેરિકા હવે વિદેશી ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વિઝા ઇશ્યૂ નહીં કરે

અમેરિકા હવે વિદેશી ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વિઝા ઇશ્યૂ નહીં કરે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.