ગુજરાતના રમખાણોને લઇ SITએ પોતાના રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. પોલીસે સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કર્યો છે. સાથે SITએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપની સરકાર ભંગ કરવા માટે તીસ્તા મોટા ષડયંત્રમાં સામેલ હતી. સેસન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું કે, સેતલવાડ 2002ના રમખાણો બાદ ભાજપ સરકારનો ભંગ કરવા દિવંગત કોંગ્રેસ નેતા એહમદ પટેલના ઈશારા પર કરવામાં આવેલા મોટા ષડયંત્રમાં સામેલ હતી. ભાજપની સરકાર ભંગ કરવા માટે આરોપીઓએ કોંગ્રેસ સાથે અનેક બેઠકો પણ કરી અને એહમદ પટેલ પાસેથી રૂપિયા મેળવ્યા હતા.
ગુજરાત રમખાણોને લઈને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમએ પોતાના રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. પોલીસે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કર્યો છે. SITએ શુક્રવારે કહ્યું હતું કે, તિસ્તા ગુજરાતમાં ભાજપ સરકારને તોડી પાડવાના મોટા કાવતરામાં સામેલ હતી. કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો હતો કે સેતલવાડ 2002ના રમખાણો પછી ભાજપ સરકારને ઉથલાવી પાડવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઈશારે મોટા કાવતરામાં સામેલ હતા. સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડની જામીન અરજીનો પોલીસે વિરોધ કર્યો છે. આ તરફ હવે એડિશનલ સેશન્સ જજ ડી.ડી.ઠક્કરે SITનો જવાબ રેકોર્ડ પર લઈ જામીન અરજી પરની સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે. નોંધનીય છે કે, ગુજરાત રમખાણોના મામલામાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવા બનાવવા બદલ પૂર્વ IPS અધિકારીઓ આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સાથે સેતલવાડની ધરપકડ કરવામાં આવી છે.