મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉથલપાથલ થઈ રહ્યા છે. એક બાજૂ ઉદ્ધવ ઠાકરેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે, તો બીજી બાજૂ તેમના જૂથમાં ધારાસભ્યો અને સાંસદો સાથ છોડી રહ્યા છે.
શિવસેનાના 12 સાંસદોએ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો આપ્યો છે. શિવસેનાના 12 સાંસદો ઉદ્ધવ કેમ્પ છોડીને શિંદે જૂથમાં સામેલ થઈ ગયા છે.શિવસેનાના ઉદ્ધવ જૂથમાંથી શિંદે જૂથમાં શામેલ થનારા આ 12 સાંસદો કાલે દિલ્હીમાં પ્રેસ ક્રોન્ફ્રેંસ કરીને આ પગલું ઉઠાવવા પાછળનું કારણ બતાવશે. આ અગાઉ એકનાથ શિંદે જૂથની આજે મુંબઈમાં ટ્રાઈડેંટ હોટલમાં એક મહત્વની બેઠક થઈ હતી. આ બેઠકમાં 12 સાંસદો ઓનલાઈન હાજર રહ્યા હતા.
અત્યાર સુધીમાં પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, મોડી રાતે સીએમ શિંદે દિલ્હી જવાના છે. કાલે આ સાંસદો સાથે પીએમ મોદી સાથે મુલાકાત થશે. આ બેઠકમાં તેમની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહેશે. આ ઘટના બાદ શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે ઉદ્ધવ ઠાકરે કેમ્પની વચ્ચે સાંસદોની એક બેઠક થઈ હતી. આપને જણાવી દઈએ કે, શિવસેનાના લોકસભામાં 18 અને રાજ્યસભામાં 4 સાંસદ છે. તેમાંથી 12 સાંસદ શિંદે જૂથમાં જતાં રહ્યા છે.