રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 22 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે. પણ આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તે ઉપરાંત દાહોદ, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે.ગુજરાતની જીવાદોરી નર્મદા બંધની જળસપાટીમાં વધારો નોંધાયો છે.કેચમેન્ટ વિસ્તારમાં સારા વરસાદને પગલે બંધની સપાટી છેલ્લા 24 કલાકમાં 42 સે.મી જેટલી વધી છે.હાલ મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે હજુ પણ જળસપાટી વધશે.નર્મદા ડેમની સપાટી 120.22 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તાર અને મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડતા સરદાર સરોવરમાં પાણી આવ્યું છે.ઉપરવાસમાંથી 35 હજાર 696 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં 1198 MCM (મ્યુલીયન ક્યુબિક મીટર) લાઈવ પાણીનો જથ્થો છે.જળ સપાટીમાં વધારો થતાં નર્મદા કેનાલમાં 3 હજાર 632 ક્યૂસેક પાણી છોડાયું છે.CHPHનું માત્ર 1 યુનિટ અત્યારે કાર્યરત છે.
ઉકાઇ ડેમના 6 દરવાજા ખોલાયા
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તાપીના ઉકાઇ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમના 22 દરવાજા માંથી 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. હાલ ડેમમાં 2 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. ત્યારે ડેમ માંથી 60 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.ડેમની જળસપાટી 333.05 ફૂટ પર પહોંચી છે..અને ડેમની રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવ્યું છે.અને તાપી નદીની આસપાસના ગામોને પણ અલર્ટ કરાયા છે.