પીએમ મોદીએ સોમવારે ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત એનઆઈઆઈઓ (ઓર્ગેનાઇઝેશન ફોર નેવલ ઇનોવેશન એન્ડ ઇન્ડિજિનાઇઝેશન) સેમિનાર ‘સ્વાવલંબન’માં ભાગ લીધો હતો. આ ખાસ અવસર પર તેમણે એક વાર ફરીથી આત્મનિર્ભર ભારત પર ભાર મૂક્યો અને દેશના સૈનિકોને પ્રોત્સાહન આપ્યું કે તેમની પાસે એવા હથિયાર હશે જેના વિશે દુશ્મન ક્યારેય વિચારી પણ નહીં શકે.
પીએમ મોદીએ કહ્યું કે અન્ય દેશોના સૈનિકો પાસે તે હથિયારો હોઈ શકે છે. એ પણ શક્ય છે કે આપણા જવાનો પોતાની ક્ષમતાના દમ પર તે હથિયારોનો સારો ઉપયોગ કરી શકે છે. પરંતુ હું ક્યાં સુધી જોખમ લેતો રહીશ? બીજા દેશોના જવાનો પણ જે શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યા છે તે હું મારા જવાનોને શા માટે આપું? આપણા સૈનિકો પાસે એવા હથિયારો હશે જેના વિશે દુશ્મને વિચાર્યું પણ નહીં હોય. તેઓ વિચારશે ત્યાં સુધીમાં તો આપણા યુવાનોએ તેમને ખતમ કરી નાખ્યા હશે.
પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, દેશ હવે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગેકૂચ કરી રહ્યો છે. આંકડાઓ વિશે વાત કરતા પીએમે કહ્યું કે છેલ્લા 4-5 વર્ષમાં આપણી રક્ષા આયાતમાં લગભગ 21 ટકાનો ઘટાડો થયો છે. આજે આપણે સૌથી મોટા સંરક્ષણ આયાતકારને બદલે મોટા નિકાસકાર તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. મોદીએ કહ્યું કે ભારતીય દળોમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય 21મી સદીના ભારત માટે ઘણું મહત્વનું છે. આત્મનિર્ભર નેવી માટે પ્રથમ સ્વાવલંબન સેમિનાર આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
મોદીએ કહ્યું કે ભારતીય દળોમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય 21મી સદીના ભારત માટે ઘણું મહત્વનું છે. આત્મનિર્ભર નેવી માટે પ્રથમ સ્વાવલંબન સેમિનાર આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.