માણાવદરના ગણા ગામ ખાતે એક બાળક ઉપર ત્રણ કૂતરાઓએ હુમલો કર્યો હતો.જેમાં બાળકને શરીરના વિવિધ ભાગો ઉપર ગંભીર ઇજાઓ પહોચી હતી. બાળકને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર માણાવદરના ગણા ગામ ખાતે એક બાળક ઉપર ત્રણ કૂતરાઓએ હુમલો કર્યો હતો.જેમાં બાળકને શરીરના વિવિધ ભાગો ઉપર ગંભીર ઇજાઓ પહોચી હતી. બાળકને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયા સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું.
અત્રે નોધનીય છે કે, થોડા દિવસ અગાઉ વડોદરાના સમતા વિસ્તારના વૈકુંઠ ફ્લેટમાં ઘરમાં ઘોડિયામાં સૂતેલી બાળકી પર રખડતા શ્વાને હિંસક હુમલો કર્યો છે. અને બાળકીનું માથું ફાડી ખાધુ હતું.