ભાવનગરમાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટના વધવા પામી છે અને લોકોના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે આજે શહેરના નવા બંદર રોડ પર વધુ એક અકસ્માતની ઘટના બની હતી જેમાં વહેલી સવારે ડમ્પરે અડફેટે લેતા યુવાનનું મોત થયું હતું
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરના રૂવાપરી વિસ્તારમાં રહેતા અને બેલદારની મજૂરીનું કામ કરતા અમિત કેતનભાઇ પરમાર ઉંમર વર્ષ 20 નામનો યુવાન શહેરનિ નવા બંદર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મામાદેવના મંદિર નજીક આવી રહેલા ડમ્પર નંબર Gj04x 6041ના ચાલકે અમિતને અડફેટે લેતા ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું.