રવિવારે દેશવ્યાપી યોજાયેલી NEETની પરીક્ષામાં મોટું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચ્યો હતો. NEET પરીક્ષામાં કૌભાંડની તપાસમાં હવે સીબીઆઈએ એવો ચોંકાવનારો ધડાકો કર્યો છે કે નીટની એક-એક સીટ 20 લાખ રુપિયામાં વેચાઈ હતી. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં ફેલાયેલી આ છેતરપિંડીનું ઓપરેશન બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ “મુન્નાભાઈ એમબીબીએસ”માં જે રીતે બતાવવામાં આવ્યું હતું તે રીતે કામ કર્યું હતું.
સીબીઆઈની અત્યાર સુધીની તપાસમાં એવુ સામે આવ્યું છે કે પેપર સોલ્વરે વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ લીધી હતી અને તેના બદલામાં ઉત્તરવહીઓ લખી હતી. એક-એક સીટ 20 લાખ રુપિયામાં વેચાઈ હતી.
સીબીઆઇએ આ કેસમાં દિલ્હીથી નીટનું પ્રશ્નપત્ર ભરનારા આઠમાંથી છ વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ કેસના મુખ્ય સૂત્રધાર સુશીલ રંજનની પણ ધરપકડ કરવામાં આવી હતી, જે સોલ્વર્સની નિમણૂક કરતો હતો અને તેને પેમેન્ટ મળ્યું હતું.