વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે સર્વદળીય બેઠકમાં કહ્યુ કે શ્રીલંકા ખુબ ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે અને સ્વાભાવિક રૂપથી ભારત તેનાથી ખુબ ચિંતિત છે. તેમણે આ સાથે ભારતમાં આવી કોઈ સ્થિતિ ઉભી થવાની આશંકા સંબંધી નિવેદનોને નકારી દીધા અને કહ્યું કે શ્રીલંકાને લઈને ઘણી તુલનાઓ થઈ રહી છે અને કેટલાક લોકો પૂછી રહ્યાં છે કે શું આવી સ્થિતિ ભારતમાં આવી શકે છે. તેમણે તેને ખોટી તુલના ગણાવી છે.
તેમણે જણાવ્યું કે આ બધા પાર્ટી નેતાઓની બેઠક હતી. અમારી બ્રીફિંગ શ્રીલંકાની સ્થિતિ પર હતી. આવનારા નેતાઓની સંખ્યા 38 હતી. અમે 46 પાર્ટીઓને આમંત્રણ આપ્યું હતું, 28 પાર્ટીઓએ ભાગ લીધો હતો. અમારા તરફથી 8 મંત્રી હતા, જેમાં પ્રહ્લાદ જોશી અને પુરૂષોત્તમ રૂપાલા સામેલ હતા.