મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૯ નગરપાલિકાઓમાં કુલ ૭૩.૯૮ MLD ક્ષમતાના અદ્યતન ટેક્નોલોજી આધારિત સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો હાથ ધરવા રૂ. ૧૮૮.૧ર કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યની નગરપાલિકાઓમાં સીવર નેટવર્કથી એકત્રિત થતા ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ પર્યાવરણ મંત્રાલયના ધારાધોરણો મુજબ થાય તેમજ આવા પાણીનો રિ-યુઝ, પૂનઃ ઉપયોગ થઇ શકે તે આશયથી નગરપાલિકાઓમાં અદ્યતન ટેક્નોલોજી આધારિત STP કામો હાથ ધરવામાં આવે છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે ૯ નગરપાલિકાઓમાં અગાઉ ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ જૂની ટેક્નોલોજીથી તથા ટ્રીટમેન્ટ ઓક્સીડેશન પોન્ડમાં થતો હતો તે નગરપાલિકાઓ માટે અદ્યતન STP નિર્માણના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણીના અભિગમના ભાગરૂપે ર૦રર-ર૩માં આ નગરપલિકાઓમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે અદ્યતન ટેક્નોલોજી ધરાવતા સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) તથા તે સંપૂર્ણતઃ કાર્યરત રહે તે માટે જરૂરી સંલગ્ન આનુષાંગિક કામો માટે આ રૂ. ૧૮૮.૧ર કરોડના કામો મંજૂર કર્યા છે.
આ ૯ નગરપાલિકાઓમાં ગઢડા STP (૬.૩ MLD, ક્ષમતા, રૂ. ર૩.ર૯ કરોડ), કઠલાલ STP (૪.પ MLD ક્ષમતા, રૂ. ૧૪.૦ર કરોડ), મહુધા STP (૪ MLD ક્ષમતા, રૂ. ૧૦.૦૦ કરોડ), પાટડી STP (૩.૪ MLD ક્ષમતા, રૂ. ૯.૬૮ કરોડ), સાવરકુંડલા STP (૧૩.૪૦ MLD ક્ષમતા, રૂ. ૩૦.પ૬ કરોડ), બાયડ STP (પ.૦૭ MLD તથા ૦.૩૧ MLD ક્ષમતા, રૂ. ૧૩.૧૭ કરોડ), સિદ્ધપુર STP (૧૩.પ૦ MLD ક્ષમતા, રૂ. ૪૮.૩૧ કરોડ), સોજીત્રા STP (ર.પ MLD ક્ષમતા, રૂ. ૧૦.૬૧ કરોડ) અને વલ્લભ વિદ્યાનગર STP (ર૧ MLD ક્ષમતા, રૂ. ર૮.૪૮ કરોડ)નો સમાવેશ થાય છે.