આજરોજ ગુજરાત રાજ્યના ખાનગી હોસ્પિટલના 40 હજારથી વધુ ડોક્ટરો બંધ પાળશે. જેને પગલે અગાઉથી પ્લાન કરેલી આશરે 30 હજારથી વધુ સર્જરી અટકી પડશે તો સાથે ખાનગી હોસ્પિટલો દ્વારા OPD અને ઈમર્જન્સી સેવા સહિત તમામ સારવાર બંધ રાખવામા આવશે.
જો દર્દીની હાલત વધુ ગંભીર હોય તો દર્દીએ ખાનગી હોસ્પિટલના બદલે સરકારી હોસ્પિટલ ઉપર આધાર રાખવો પડશે. જો કે જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમની સારવાર પર કોઈ અસર નહીં થાય.
ફાયર NOC, ICU વિગેરેના નિયમોને લઈ ખાનગી હોસ્પિટલના તબીબો આજરોજ 22 જુલાઇ શુક્રવારના રોજ એક દિવસીય બંધ પાળશે. આ બંધનું એલાન ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા આપવા આવ્યું છે.