કોરોનાથી બચાવની વેક્સિનથી મહિલાઓ પર બીજી અસર પણ જોવા મળી રહી છે. એક સરવે મુજબ, વેક્સિન લીધા બાદ મહિલાઓ, ટ્રાન્સજેન્ડર અને એવી મહિલાઓ જેમણે ગર્ભ નિરોધક ગોળી લીધી છે, તેમના માસિક ધર્મ (પિરિયડ) પ્રભાવિત થવા લાગ્યા છે. અત્યાર સુધીના સૌથી મોટા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓના પિરિયડ પહેલા નિયમિત હતા, વેક્સિન લીધા બાદ પિરિયડ્સમાં બ્લીડિંગ વધી ગયું.
બીજી તરફ, એવી મહિલાઓ કે ટ્રાન્સજેન્ડર જેમને પિરિયડ્સ નહોતા આવતા કે આવવાનું બંધ થઈ ચૂક્યું છે અથવા જે લાંબા સમયથી ગર્ભ નિરોધક ગોળીઓ લઈ રહી છે, તેમને પણ મુશ્કેલી થવા લાગી છે. જોકે વિશેષજ્ઞોનું કહેવું છે કે વેક્સિનનો આવો પ્રભાવ તો સામે આવી રહ્યો છે, પરંતુ તેનાથી ગંભીર કે મોટા ખતરાની કોઈ વાત નથી. મહિલાઓએ તેના માટે માનસિક રીતે પહેલા જ તૈયાર રહેવું જોઈએ.
વેક્સિન ડોઝ લીધા બાદ તેના પ્રભાવને સમજવા માટે ઇલિનોય વિશ્વવિદ્યાલય, અર્બાના -શૈંપેન અને વોશિંગટન યુનિવર્સિટી, સેંટ લુઈા શોધકર્તાઓએ એપ્રિલ 2021માં 18થી 20 વર્ષની 39 હજાર મહિલાઓ પર ઓનલાઇન સરવે કર્યો. આ મહિલાઓને ફાઇઝરબાયોએનટક, મોડર્ના, જોનસન એન્ડ જોનસન અને બીજી વેક્સિન આપવામાં આવી હતી. તેમને રસી લીધા પહેલા કોરોના પણ નહોતો થયો. સરવેમાં જાણવા મળ્યું કે 42% મહિલાઓ, જેમનો માનસિક ધર્મ નિયમિત હતો, વેક્સિન લીધા બાદ પિરિયડમાં બ્લીડિંગ વધી ગયું.
ગર્ભનિરોધક ગોળીઓ લેનારી મહિલાઓ પર વધુ અસર
વોશિંગ્ટન યુનિવર્સિટીની ડૉક્ટર કૈથરીન લી મુજબ, વેક્સિનની અસર એ ઉંમરલાયક મહિલાઓ પર અસર વધુ છે, જે પહેલા મા બની ચૂકી છે કે લાંબા સમયથી ગર્ભનિરોધક ગોળીઓ લઈ રહી છે, અથવા એન્ડોમેટ્રિયોસિસ, ફાઇબ્રોએડ, પોલીસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમથી પીડિત છે.