કર્ણાટકના ઉડ્ડુપી જિલ્લામાં બુધવારે 6 વર્ષની એક બાળકીના ગળામાં ચોકલેટ ફંસાય જતા મોત નિપજ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બાળકી (સામન્વી પુજારી) પોતાના ઘરમાં હતી અને સ્કૂલ બસમાં ચઢવાની હતી. સવારે સામન્વી સ્કૂલ જવા માટે રાજી ન હતી. માતા-પિતા અને પરિવારના સભ્યોએ તેને સ્કૂલ જવા માટે જેમ-તેમ કરીને મનાવી લીધી.
મા સુપ્રિતા પુજારીએ પણ સામન્વીને મનાવવા માટે એક ચોકલેટ આપી.
આ વચ્ચે સ્કૂલ વાન આવી ગઈ. જેને જોઈને સામન્વીએ રેપરની સાથે જ ચોકલેટ મોઢામાં મૂકી દીધી. શ્વાસ રુંધાઈ જતા તેઓ બસના દરવાજાની પાસે જ બેભાન થઈ પડી ગઈ. બેભાન સામન્વીને ભાનમાં લાવવા માટે બસના ડ્રાઈવર અને પરિવારના લોકોએ ઘણાં જ પ્રયાસ કર્યા. પરંતુ તે બેભાન થઈ ગઈ. જે બાદ પરિવારના લોકો તેને નજીકની હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોકટરે તેને મૃત જાહેર કરી.