Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

નશો કરવાનો ખર્ચ કાઢવા ડ્રગ્સ પેડલર બની હાઈફાઈ યુવતી

નશાની હાલતમાં જ અમદાવાદમાં રખિયાલથી ઝડપાઈ

aaspassdaily by aaspassdaily
2022-07-23 11:03:25
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

એસઓજી ક્રાઇમે નશો કરનાર અને નશો કરવા માટે ખર્ચ કાઢવા પેડલર બનેલી એક હાઇફાઈ યુવતીની ધરપકડ કરી છે. ઇવેન્ટ મેનેજમેન્ટના કામમાં નશાની આદિ બનેલી આ યુવતીને પોલીસે હાઇવે પરથી ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. એનડીપીએસના ગુનામાં પોલીસ ઝપટે ચડેલી યુવતીએ વર્ષ 2017 માં ઇવેન્ટનું કામ કરનારી યુવતીએ સૌ પ્રથમ પોતાના મિત્ર વર્તુળ સાથે ડ્રગ્સનું સેવન કર્યું હતું. ત્યારબાદ મહિલાએ બીજી વખત ગોવા જઈને ડ્રગ્સ લીધું હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. બાદમાં એક બાદ એક તેને એમડી ડ્રગ્સના નશાની લત લાગી ગઈ અને ઘરે બેસીને પણ તે નશો કરવા લાગી હતી.
એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ઝપટે ચડેલી હરપ્રિત કૌર નામની યુવતી પહેલા નશાના રવાડે ચઢી હતી અને ત્યારબાદ એમ.ડી ડ્રગ્સની પેડલર બની ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ડ્રગ્સનો નશો કરવો મોંઘુ પડી રહ્યું હતું જેથી આ મહિલા જેની પાસેથી ડ્રગ્સ ખરીદતી હતી તે લોકોએ આ મહિલાને ડ્રગ્સ વેચવાનું કહ્યું અને બાદમાં ડ્રગ્સ માફિયાઓની જાળમાં ધીમે ધીમે ફસાતી ગઈ અને આખરે આ મહિલા આજે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે હરપ્રિત કૌરે પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે તે એમ.ડી ડ્રગ્સનો જથ્થો શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા સાદ રાજપૂત નામના વ્યક્તિ પાસેથી લાવતી હતી જે અનુસંધાને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે હાલ આ સાદ રાજપૂત નામના વ્યક્તિને દબોચી લેવા માટેની કવાયત હાથ ધરી છે.

બીજી તરફ આ મહિલા ગોવા શા માટે ગઈ હતી અને ત્યાં જઈને કોની પાસેથી ડ્રગ્સ ખરીધ્યું હતું અથવા તો વેચવા માટે ગોવાથી અમદાવાદ લાવી હતી કે કેમ એવા તમામ મુદ્દાઓને લઈને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે વધુ સઘન તપાસ હાથ ધરી છે.

યુવતીના ભાઈએ પત્નીના ત્રાસથી કર્યો હતો આપઘાત
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવતીના ભાઈએ થોડા સમય પહેલા પત્નીના ત્રાસથી આપઘાત પણ કર્યો હતો. અને તેનું બાળક આ યુવતી રાખતી હતી. જ્યારે પોલીસ હવે આ યુવતીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે ત્યારે અનેક પેડલરો અને તેની સાથે નશો કરનારા વ્યક્તિઓના નામ પણ સામે આવી શકે છે. પણ એક વાત ચોક્કસ છે કે એસઓજી ક્રાઇમ માત્ર પુરુષ પેડલર કે નશો કરનાર જ નહીં પણ હાઇફાઈ યુવતીઓ પર પણ વોચ રાખી નશાની દુનિયાને ખતમ કરવામાં લાગી પડી છે.

Tags: druggujaratyuvati
Previous Post

સૌરાષ્ટ્ર, કચ્છમાં લમ્પી વાયરસ……, સૌરાષ્ટ્ર-કચ્છમાં 144 પશુ ટપોટપ મર્યાં

Next Post

ડમ્પરે 8 કાવડિયાઓને અડફેટે લીધા, 6ના મોત- 2 ઘાયલ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ડમ્પરે 8 કાવડિયાઓને અડફેટે લીધા, 6ના મોત- 2 ઘાયલ

ડમ્પરે 8 કાવડિયાઓને અડફેટે લીધા, 6ના મોત- 2 ઘાયલ

મંત્રીના સહયોગીના ઘરે દરોડા, થયા નોટોના ઢગલા; કરોડો રૂપિયા જપ્ત

મંત્રીના સહયોગીના ઘરે દરોડા, થયા નોટોના ઢગલા; કરોડો રૂપિયા જપ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.