ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. લોની કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના નારાયણપુર ગામ પાસે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બે ડબલ ડેકર બસો અથડાઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 12થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ વહીવટીતંત્રને થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતાં
બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બિહારથી દિલ્હી જઈ રહેલી બે ડબલ ડેકર બસો અથડાઈ હતી. જેમાં એક ડબલ ડેકર બસને બીજી ડબલ ડેકર બસે પાછળથી ટક્કર મારી હતી. આ ઘટના પૂર્વાંચલ એક્સપ્રેસ વેના પોઈન્ટ 25 પર બની હતી, જેમાં 6 મુસાફરોના મોત થયા છે અને 12થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને લખનૌ ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે દિલ્હીથી બિહાર જતી મોટાભાગની ખાનગી ડબલ ડેકર બસો મુસાફરો સાથે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પરથી જાય છે.
આ અકસ્માતમાં ડબલ ડેકર બસના 6 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.બારાબંકી પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લખનૌ ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા હતાં.
બસમાં સવાર એક મુસાફરનું કહેવું છે કે અકસ્માત સવારે લગભગ 4 વાગે થયો હતો, અમે તે સમયે સૂતા હતા, જોરદાર ટક્કર થતાં આંખ ખુલી ત્યારે અમારી બસના ડ્રાઇવરે બીજી બસને ટક્કર મારી હતી