બરવાળાના રોજીદ ગામની લઠ્ઠાકાંડની ઘટનાના પગલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાવનગર દોડી આવી સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દાખલ લઠ્ઠાકાંડના અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા અને વિગતો મેળવી હતી. આ સમયે મીડિયા સમક્ષ દારૂબંધી અંગે સવાલ ઉઠાવી જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી સત્તા પર આવશે એ દિવસે ગુજરાતમાં દારૂબંધી ખરાઅર્થમાં પાલન થશે.