બોટાદના બરવાળા અને અમદાવાદના ધંધુકા તાલુકામાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોની તબિયત લથડી હતી આ લઠ્ઠા કાંડમાં અત્યાર સુધીમાં કુલ 31 વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે જોકે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા કુલ 27 વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાની તેમજ બે વ્યક્તિઓના મૃત્યુ કયા કારણોસર થયા તેની વિગતો મેળવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. આજે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર હોસ્પિટલ ખાતે દોડી જઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા અને તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.