લઠ્ઠા કાંડની ઘટનામાં ગંભીર રીતે અસરગ્રસ્ત 65 જેટલા વ્યક્તિઓને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે આજે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ ભાવનગર દોડી આવ્યા હતા અને સર તખતસિંહજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી બંને મંત્રીઓ એ દર્દીઓને મળી
ખબર અંતર પૂછ્યા હતા અને તેમના સ્વજનોને દિલાસો પાઠવ્યો હતો. આ ઘટના અંગે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું માદક દ્રવ્યોના સેવનને કારણે બનેલી ઘટના દુ:ખદ છે અને રાજ્ય સરકાર આ બાબતે સંવેદનશીલતાથી કામ કરી રહી હોવાનું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું .
આ સમગ્ર ઘટનામાં 600 લીટર જેટલો જથ્થો વપરાશમાં લેવાયો હોવાનું જાણવા મળ્યું છે જેમાંથી 450 લીટર જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. દરમિયાન આજે બોટાદ જિલ્લા પોલીસ વડા નિરલીધરાઈ બરવાળા પહોંચ્યા હતા અને તંત્રને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા