ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જોરશોરથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ગત સપ્તાહે રાજ્યભરના કલેકટર અને નાયબ ચૂંટણી અધિકારીઓની તાલિમ યોજવામાં આવ્યા બાદ હવે મદદનીશ ચૂંટણી અધિકારીની તાલિમનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટમાં આગામી તા.29થી બે દિવસ યુનિવર્સિટીના સેનેટ હોલમાં સૌરાષ્ટ્ર- કચ્છના 10 જિલ્લાના મદદનીશ ચૂંટણી અધિકારી એટલે કે મામલતદાર, સીટી સર્વે સુપ્રીન્ટેન્ડેન્ટ, જીએસટી અધિકારી, ડીઆઈએલઆર સહિતના સંવર્ગના 231 અધિકારીઓની તાલિમ યોજવામાં આવનાર છે. મતદારયાદી, ઈવીએમ અને વીવીપેટ સહિતના મુદ્દે અધિકારીઓને તાલિમ આપવામાં આવનાર છે.રાજકોટમાં મોરબી, કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લાના મામલતદારસહિતના સંવર્ગના અધિકારીઓની તાલિમ યોજવામાં આવનાર છે.