Saturday, April 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત અને ઇઝરાયલ વચ્ચે મજબૂત ગઠબંધન : નેતન્યાહુ

નવ વર્ષ બાદ પીએમ મોદીની ઇઝરાયલની મુલાકાત પૂર્વે ઈઝરાયલના વડાપ્રધાને ભારતના કર્યા વખાણ : બંને દેશ વચ્ચે અનેક મુદ્દાઓ ઉપર થશે ચર્ચા

dharmendravaghela by dharmendravaghela
2026-02-16 11:36:24
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પીએમ નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસ પહેલા ભારતની ભવ્ય પ્રશંસા કરતા બંને દેશો વચ્ચે ‘મજબૂત ગઠબંધન’ હોવાનું જણાવ્યું છે. ભારતની 1.5 અબજની વસ્તીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ઇઝરાયલ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. જેરૂસલેમમાં ‘મેજર અમેરિકન જ્યુઈશ ઓર્ગેનાઈઝેશન’ની કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે નેતન્યાહુએ ભારતીય વડાપ્રધાનના આગામી સપ્તાહના ઇઝરાયલ પ્રવાસનો ઉલ્લેખ કર્યો અને મોટા સ્તરે ચર્ચાઓ થવાના સંકેત આપ્યા હતા.

નેતન્યાહુએ કહ્યું, ‘તમે જાણો છો કે આવતા અઠવાડિયે અહીં કોણ આવી રહ્યું છે – નરેન્દ્ર મોદી. ઇઝરાયલ અને ભારત વચ્ચે અદભૂત ગઠબંધન છે અને અમે તમામ પ્રકારના સહયોગ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ભારત કોઈ નાનો દેશ નથી, ત્યાં 1.5 અબજ લોકો રહે છે. ઇઝરાયલ ત્યાં ખૂબ જ લોકપ્રિય છે, ખૂબ જ વધારે.’વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જ મહિને ઇઝરાયલની મુલાકાતે જવાના છે. આ પ્રવાસ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક, સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. જોકે હજુ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવા સંકેતો છે કે દિલ્હીમાં યોજાનારી AI સમિટ બાદ પીએમ મોદી 27-28 ફેબ્રુઆરીએ ઇઝરાયલ જઈ શકે છે.
વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળનો આ પ્રથમ ઇઝરાયલ પ્રવાસ છે. આ અગાઉ તેઓ 9 વર્ષ પહેલા 2017માં ઇઝરાયલ ગયા હતા. તે મુલાકાત બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 25 વર્ષ પૂરા થવાના પ્રસંગે હતી, જેમાં સંરક્ષણ, સાયબર સિક્યુરિટી અને કૃષિ તેમજ આતંકવાદ સામેના સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. હવે પીએમ મોદી ફરી એકવાર નેતન્યાહુને મળશે, જ્યાં બંને નેતાઓ વચ્ચે લાંબી ચર્ચા થશે.

પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે ગાઢ અંગત મિત્રતા છે. આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સહયોગની સાથે પશ્ચિમ એશિયાની સુરક્ષા સ્થિતિ અને વૈશ્વિક વિકાસ પર પણ ચર્ચા થવાની શક્યતા છે. આ વર્ષની શરૂઆતમાં પણ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી, જેમાં નેતન્યાહુએ પીએમ મોદીને ગાઝા શાંતિ યોજનાની પ્રગતિ વિશે માહિતી આપી હતી અને પીએમ મોદીએ આ વિસ્તારમાં સ્થાયી શાંતિ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.

Tags: india israe relationshipmodinetanyahu
Previous Post

રાહુલ ગાંધીએ ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા : અમિત શાહ

Next Post

અમેરિકાની વર્તમાન રાજનીતિ જોકર શો સમાન : બરાક ઓબામા

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

ઊર્જા સંકટ વચ્ચે પાડોશી દેશોની હવે ભારત તરફ નજર

April 3, 2026
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરતા લોકો પરેશાન

April 3, 2026
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ ખાડી ખુલ્લી કરાવવા હવે ચીનના પ્રયાસો

April 3, 2026
Next Post
જો તમે સમાધાન ઈચ્છો છો તોસમગ્ર સચ્ચાઈ સ્વીકારવાની જરૂર

અમેરિકાની વર્તમાન રાજનીતિ જોકર શો સમાન : બરાક ઓબામા

ઈરાન-ઈઝરાયલ વચ્ચે સીઝફાયર, ટ્રમ્પની જાહેરાત

સંભવિત પરમાણુ કરારમાં ઈરાનના પરમાણુ માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરવું અનિવાર્ય : ઇઝરાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.