ચોમાસુ સત્રમાં હંગામાને લઈને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ બુધવારે 50 કલાકનો વિરોધ બોલાવ્યો છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદો રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા સસ્પેન્શનનો વિરોધ કરી રહ્યા છે. સાંસદોની કામગીરી માટે રોસ્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સાંસદો વારાફરતી ધરણા કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા સાંસદોએ બુધવારની રાત સંસદ સંકુલમાં ખુલ્લા આકાશ નીચે વિતાવી હતી. સોમવાર અને મંગળવારે ગૃહમાં હંગામાને લઈને 20 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં TMCના 7, DMKના 6, તેલંગાણા રાષ્ટ્ર સમિતિના ત્રણ, CPI(M)ના બે અને આમ આદમી પાર્ટી અને CPIના એક-એક સાંસદનો સમાવેશ થાય છે.