બોટાદ ઝેરી દારૂ કાંડ બાદ ગૃહવિભાગે કડક કાર્યવાહી કરી છે. અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરી છે તો બોટાદ એસપી કરણરાજ વાઘેલાની પણ બદલી કરી નાખી છે. વધુમાં બોટાદ ડીવાયએસપી એસ કે ત્રિવેદી સસ્પેન્ડ કર્યા છે તો ધોળકા ડીવાયએસપી એન વી પટેલને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ધંધુકા પીઆઇ કે પી જાડેજા, બરવાળા પીએસઆઇ બી જી વાળા, રાણપુર પીએસઆઇ રાણાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.