હાલ ગુજરાતમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે અને ભાવનગર જિલ્લાના ગારિયાધાર સહિત તાલુકા બાદ હવે સિહોર પંથકમાં લમ્પીએ દેખા દીધા છે. જેને લઈને તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
સિહોર તાલુકાના ટાણા તથા અગિયાળી અને ખાખરીયા ગામમાં પશુઓમા લમ્પી વાયરસની અસર જાેવા મળી છે જેને લઈને પશુપાલકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.
સિહોરના ટાણા, અગિયાળી અને ખાખરિયા ગામે ૧૧થી વધુ પશુઓમાં લમ્પી રોગના લક્ષણો દેખાતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે. પશુ ચિકિત્સક ભાવેશભાઈ સોલંકી સાથે આસપાસના પ્રતિનિધિએ ટેલિફોનિક વાતચીત કરતા તેમણે હજુ આંકડો વધવાની શકયતા હોવાની વિગતો આપી પશુપાલક પ્રકાશભાઈ ઉલવાની ગાયમાં તેમજ અન્ય પશુપાલકોના પશુઓમા લમ્પી વાયરસ જાેવા મળ્યો હતો.