સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખનાર કેમિકલ કાંડમાં અમદાવાદની એમોસ કંપની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેમિકલ કાંડ મામલે હવે મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. સમગ્ર કેમિકલ કાંડનું મૂળ કહેવાતી AMOS કંપની પાસે કેમિકલ લાયસન્સ ન હોવાનું બહાર આવ્યું હતું. હવે એએસમી સોલિડ વેસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. નિયમ અનુસાર લેનાર લાયસન્સ ન હોવાની નોટિસ અને સીલની કાર્યવાહી કરી છે. AMOS કંપની પાસેથી નસાબંધી અને આબકારી વિભાગે મિથેનોલ કેમિકલનો જથ્થો પણ સીલ કર્યો હતો. આજે એએસમી વિભાગે ફેક્ટરી પર તવાઇ બોલાવી છે.
અમદાવાદની એમોસ કંપનીને સીલ કરી દેવામાં આવી છે, એટલું જ નહીં, જ્યાંથી મિથેનોલ ચોરાયું હતું એ કંપની પાસે કેમિકલ લાયસન્સ ન હોવાથી AMCના સોલિડ વેસ્ટ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં આવેલી AMOS કપંનીમાંથી જ મુખ્ય આરોપી જયેશે 600 લિટર કેમિકલ ચોરી બરવાળાના બુટલેગરોને આપ્યું હતું
અમદાવાદની AMOS કંપનીમાં AMCના સોલિડ વેસ્ટ વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી છે. કંપનીમાં રહેલ મિથેનોલ કેમિકલના નમૂના હાલ FSLમાં મોકલવામાં આવ્યા છે. તેમજ AMOS કપંનીના કેમિકલના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. કંપનીમાં રહેલ 8 હજાર લીટર કેમિકલને સીઝ કરી AMOS કંપનીને બંધ કરવાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. આ તપાસમાં એ પણ ખૂલ્યું છે કે AMOS કંપની જોબ વર્ક પર કામ કરતી હતી અને ફીનાર કંપનીને મિથેનોલ કેમિકલનો જથ્થો આપતી હતી. અઢી લીટરની કાચની બોટલિંગ કરી પ્રોસેસિંગ કરતા હતા. સમગ્ર મામલે કંપનીના માલિક સમીર પટેલની પૂછપરછ કરવામાં આવશે.