જો તમે પણ નોકરી કરવા માટે વિદેશ જવા ઈચ્છો છો તો તમારા માટે હવે સરકાર તમને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર સામાજિક સુરક્ષા સમજુતી પર અમેરિકા અને બ્રિટનની સાથે વાતચીત કરી રહી છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાણકારી આપી છે જો બંને દેશો વચ્ચે આ કરાર થાય તો અમેરિકા અને બ્રિટનમાં ભારતીય કર્મચારીઓએ સામાજિક સુરક્ષા માટે ડબલ યોગદાન કરવું પડશે નહીં.
હકીકતમાં આ બંને દેશો વચ્ચે જો સહમતી બને છે તો અમેરિકા અને બ્રિટનમાં ભારતીય કર્મચારીઓએ સામાજિક સુરક્ષા માટે બેવડું યોગદાન કરવું પડશે નહીં. નોકરીદાતા સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ કર્મચારીઓ માટે ડબલ સામાજિક સુરક્ષા યોગદાનથી બચી શકશે. એટલે કે રોજગાર માટે વિદેશ જનારા લોકો માટે આ મોટો ફાયદો હશે.
આ એક સમજુતી છે જે હેઠળ સહમતી થવા પર રોજગાર માટે વિદેશ જનાર ભારતીયોને એસએસએ દેશોમાં સામાજિક સુરક્ષા યોજનાઓમાં યોગદાન આપવાની જરૂર રહેતી નથી. એટલે કે આ સમજુતી બાદ વિદેશ જનાર ભારતીયોને એસએસએ દેશોમાં સામાજિક સુરક્ષા યોજનાઓમાં યોગદાન દેવાની જરૂર હોતી નથી. આ સમજુતી બાદ તે અને તેના નોકરીદાતા વિદેશમાં સેવા કરતા ભારતમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા ચલાવવામાં આવી રહેલી સામાજિક સુરક્ષા યોજનાઓને જારી રાખી શકે છે. એટલે કે કુલ મળીને સરકારની આ યોજનાથી વિદેશ જતા કર્મચારીઓને ફાયદો થવાનો છે.
ક્યા દેશો સાથે છે કરાર?
ભારતનો બેલ્જિયમ, જર્મની, સ્વિત્ઝર્લેન્ડ, ફ્રાન્સ, ડેનમાર્ક, દક્ષિણ કોરિયા, નેધરલેન્ડ, હંગરી, ફિનલેન્ડ, સ્વીડન, ચેક ગણરાજ્ય, નોર્વે, ઓસ્ટ્રિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને પોર્ટુગલની સાથે સામાજિક સુરક્ષા કરાર છે. એટલે કે આ દેશોમાં નોકરી માટે જનાર લોકોને સરકાર મોટો લાભ આપવાની તૈયારીમાં છે.