સમગ્ર રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં દશામાંના દસ દિવસના વ્રતનો ભક્તિ ભાવ પુર્વક પ્રારંભ થયો છે. છેલ્લા બે દાયકાથી વધુના સમયથી ભાવનગર શહેરમાં દશામાંના વ્રતનો મહિમા વધ્યો છે ઉત્તર ગુજરાતમાં વર્ષોથી થતા દશામાના વ્રતની છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી ગુજરાતમાં ખાસ કરીને ભાવનગર શહેરમાં અને ગ્રામ્ય પંથકોમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે ભાવનગર શહેરના કરચલીયા પરા, ખેડૂતવાસ, કુંભારવાડા, આઝાદનગર, મફતનગર સહિતના વિસ્તારોમાં દશામાના વ્રતની આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે શ્રાવણ માસના પ્રારંભથી સતત દસ દિવસ સુધી આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે જેમાં દશામાની મૂર્તિ તેમજ સાંઢણીની મૂર્તિની ઘરમાં પ્રતીષ્ઠા કરવામાં આવે છે અને દસ દિવસ સુધી પૂજન, અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજી વ્રત કરાય છે આજે સવારથી દશામાની મૂર્તિ સાથેની શોભાયાત્રાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળી હતી અને મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. શહેરમાં હજારો બ્હેનો દશામાંનુ વ્રત કરે છે.અને દરરોજ રાત્રે માતાજીના ગરબા, આરતી સહિત ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.દસ દિવસ સુધી વ્રત કરી મૂર્તિ તથા સાંઢણીને દરિયામાં વિસર્જન કરી વ્રતની પુર્ણાહુતી કરવામાં આવશે. આમ ભારે ઉત્સાહ અને આસ્થાભેર ભક્તિભાવ સાથે દશામાના વ્રતનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.