મહુવાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા એક દર્દી પર જનરલ વોર્ડમાં છત પરથી ગાબડા પડતા દોડધામ મચી જવા પામી હતી. અને દાખલ થયેલા દર્દીઓ તથા તેમના સગાઓમા ફફડાટ ફેલાયો હતો.
મહુવાની સરકારી સિવિલ હોસ્પિટલ જર્જરિત થઈ ગઈ છે મરામત માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા ધ્યાન અપાતુ નથી. અને હાલ ચોમાસું ચાલી રહ્યું હોય અને મહુવામાં ભાવનગર જિલ્લાનો સૌથી વધુ વરસાદ પડ્યો છે ત્યારે હોસ્પિટલની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે તેવામાં આજે સવારના સમયે સરકારી હોસ્પિટલના જનરલ બોર્ડમાં છતમાંથી ગાબડું પડતા સારવાર માટે દાખલ થયેલ દર્દીના પલંગ પર પડતા થોડીવાર માટે દોડધામ મચી જવા પામી હતી અને દર્દીઓમાં ભય ફેલાયો હતો તાવની સારવાર માટે આવેલ દર્દી ને બાટલો ચડી રહ્યો હતો ત્યારે અચાનક જ છતમાંથી ગાબડા પડતા પેશન્ટ પોતાના બેડ પરથી નીચે પડી ગયો હતો.
હાલમાં અત્યારે લાગી રહ્યું છે કે પેશન્ટ કરતા હોસ્પિટલ ના બિલ્ડીંગ ને ઇમરજન્સી સારવારની જરૂર હોય તેવું લાગી રહ્યું છે આ બિલ્ડીંગને કોઈ ડોક્ટરની નહીં પણ સરકારની જરૂર હોય તેવું માલુમ પડી રહ્યું છે
મહુવાની સરકારી હોસ્પિટલમાં આશરે દરરોજના 500થી પણ વધારે દર્દીઓનો ઘસારો રહેતો હોય છે અને હાલમાં ચોમાસાની સિઝનમાં દર્દીઓને એડમિટ પણ કરવા પડતા હોય છે.
આ હોસ્પિટલને તમામ બિલ્ડીંગ જર્જરીત હોવાથી તાત્કાલિક ધોરણે રીનોવેશન કરવામાં આવે તેવી દર્દીઓના પરિવારજનોની માંગ છે.