ભાવનગર મહાપાલિકાની ડ્રાઈવમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૧૬ કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપાઇ ગયુ હતું. મનપા દ્વારા પ્લાસ્ટિક રાખનાર તથા વેચનાર બંને મળી ૭૬ આસામીઓ પાસેથી રૂ. ૩૦ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. જાેકે, અસરકારક કામગીરીનો અભાવ જાેવા મળે છે આથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર કોઈ નિયંત્રણ આવી શકતું નથી.!