સિહોર તાલુકાના સણોસરા ગામની પરિણીતાએ પતિ અને સાસુના ત્રાસથી કંટાળી એસિડ પી લઇ આત્મહત્યા કરી લેતા મૃતકના પિતાએ પોતાની દીકરીને મરવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા સોનગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.
સિહોર તાલુકાના સણોસરા ગામમાં રહેતા અસ્મિતાબા ઋતુરાજસિંહ ગોહિલ ( ઉ.વ.૨૨ ) એ ગઈ તા ૨૬ ના રોજ એસિડ પી લઇ આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ અંગે મૃતક પરિણીતાના પિતા જગદીશ સિંહ ભારતસિંહ જાડેજા રહે.નાગડીયા તા.જામ કલ્યાણપુર એ સોનગઢ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,પોતાની દીકરી અસ્મિતાબા ( ઉ.વ. ૨૩ ) ના લગ્ન આજથી સાત મહિના પહેલા સણોસરા ગામમાં રહેતા રઘુવીરસિંહ ગીહીલના પુત્ર ઋતુરાજસિંહ ગોહિલ સાથે થયા હતા.
રૂઃઉરાજસિંહને દારૂ પીવાની ટેવ હોય દારૂ પી અવાર નવાર પોતાની દીકરીને મારઝૂડ કરતા હતા,તેમજ અસ્મિતાબાના સાસુ ઈલાબા પણ કરિયાવર બાબતે મેણા ટોણા મારી હેરાન કરતા હોય તેની દીકરીએ પતિ અને સાસુના ત્રાસથી કંટાળી જઈ એસિડ પી આપઘાત કરી લીધો હતો.દીકરીએ એસિડ પી લઇ આપઘાત કર્યો હોવાની ઈલાબાએ જાણ કાર્ય બાદ અસ્મિતાબાના મૃતદેહનું પી.એમ.કર્યા વગર જ અંતિમવિધિ કરી નાખી હતી.
આ બનાવ અંગે સોનગઢ પોલીસે ઋતુરાજસિંહ ગોહિલ અને ઈલાબા ગોહિલ વિરુદ્ધ આઈ.પી.સી.કલામ ૩૦૬,૨૦૧,૧૭૭,૪૯૮ એ,૩૨૩,૫૦૪,૧૧૪ અને દહેજ પ્રતિબંધક ધારાની કલામ ૩ અને ૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.