દેવાધિદેવ મહાદેવની ભક્તિ અને આરાધનાના પવિત્ર શ્રાવણ માસનો આજથી આસ્થા અને ઉમંગભેર પ્રારંભ થયો છે સમગ્ર ગોહિલવાડની સાથે સાથે શહેર ભરના શિવાલયો આજે સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા આજે સવારથી જ શહેરના પ્રસિદ્ધ તખ્તેશ્વર મંદિર, નારેશ્વર મંદિર, જશોનાથ મંદિર, કૃષ્ણેશ્વર મહાદેવ સહિત તમામ શિવાલયોમાં ભાવિકોની ભીડ જાેવા મળી હતી. ભાવિકો શિવ મંદિરે પહોંચી ભગવાન શિવજીને દૂધ અને પાણીનો અભિષેક કરવા ઉપરાંત બિલ્લીપત્ર, ચોખા, તલ તથા કમળ શિવલિંગ પર ચડાવી ધન્યતા અનુભવી હતી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેર અને જિલ્લાના તમામ સેવા શિવાલયોમાં આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે અને શિવલિંગને ફુલ સહિતના વિવિધ શણગાર કરી સજાવવામાં આવ્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ શિવમંદિરોમાં વિશેષ પુજા, આરતી તથા દીપમાળ આરતી કરાશે આ ઉપરાંત રૂદ્રી, શિવજીના જાપ કરાશે.