રાજસ્થાનના બાડમેરમાં વાયુસેનાનું ફાઈટર એરક્રાફ્ટ મિગ ક્રેશ થયું છે. જેમાં બે પાયલોટના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. મિગ ક્રેશ બાદ ભંગારમાં આગ લાગી હોવાના અહેવાલ છે. પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. મિગ ક્રેશ પછી 1 કિલોમીટરની ત્રિજ્યામાં કાટમાળ વેરવિખેર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એરફોર્સનું મિગ પ્લેન રાજસ્થાનના બાડમેર વિસ્તાર તરફથી પસાર થઈ રહ્યું હતુ તે સમયે અચાનક કોઈ મુશ્કેલી સર્જાતા ક્રેશ થઈ ગયું, સૂત્રો અનુસાર પ્લેનમાં બે પાઈલોટ સવાર હતા જેઓના સ્થળ પર મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હજુ સુધી તંત્ર તરફથી મોતને લઈ પુષ્ટી કરવામાં આવી નથી.