2024માં લોકસભાની ચૂંટણી થવાની છે અને તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઈન્ડિયા ટીવી મેટરાઈઝ દ્વારા ઓપિનિયન પોલ કરવામાં આવ્યો, જે મુજબ જો આજે ગુજરાતમાં ચૂંટણી થાય તો ભાજપ લોકસભાની 26માંથી 26 બેઠકો જીતશે.
સર્વેમાં સ્પષ્ટ થયું છે કે ગુજરાતમાં પીએમ મોદીના નામ પર 61 ટકા વોટ જોવા મળે છે. જ્યારે કોંગ્રેસને લગભગ 35 ટકા વોટ મળવાના છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાથી ભાજપને કોઈ ફાયદો થઈ રહ્યો નથી. ગુજરાતની જનતા પીએમ મોદીના નામ પર વોટ આપી રહી છે.
મહારાષ્ટ્રમાં આજે ચૂંટણી યોજાય તો અહીં પણ પીએમ મોદીનો જાદુ જોર જોરથી બોલી રહ્યો છે. 2019માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપને 28 ટકા વોટ મળ્યા હતા. જો આજે ચૂંટણી થાય તો અહીં ભાજપને 36 ટકા વોટ મળશે. એટલે કે ભાજપની વોટબેંક અહીં વધતી જણાઈ રહી છે. બીજી તરફ જો એકનાથ શિંદે જૂથની વાત કરીએ તો 2019માં તેમને સાત ટકા વોટ મળ્યા હતા પરંતુ હવે એકનાથ શિંદેના જૂથને 17 ટકા વોટ મળશે.
રાજસ્થાનમાં ભાજપને 25માંથી 25 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને અહીં એક પણ સીટ મળી નથી. જો કે 2019માં ભાજપે 25માંથી 25 બેઠકો જીતી હતી. આ વખતે પણ ભાજપ તેનું જ પુનરાવર્તન કરી રહ્યું છે. રાજસ્થાનના 56 ટકા લોકોએ કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યમાં સરકાર હોય તો ફાયદો થાય છે. લોકોને ડબલ એન્જિન સરકાર પસંદ આવી છે. ભાજપને અહીં 59 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે. જો કે ભાજપ એક ટકા વોટ ગુમાવી રહ્યું છે.
જો આજે મધ્યપ્રદેશમાં ચૂંટણી થાય તો ભાજપ 29 બેઠકોમાંથી 28 બેઠકો જીતી શકે છે. કોંગ્રેસને એક સીટ પર જીત મળતી જોવા મળી રહી છે. 2019માં ભાજપને 28 બેઠકો મળી હતી. 2019માં કોંગ્રેસને માત્ર એક સીટ મળી હતી. મધ્યપ્રદેશમાં ભાજપના કામકાજથી 43 ટકા લોકો સંતુષ્ટ છે.
યુપીમાં ભાજપને 76 બેઠકો મળતી દેખાઈ રહી છે. અહીં લોકસભાની કુલ 80 બેઠકો છે. અહીં ભાજપને 76 બેઠકો મળતી દેખાઈ રહી છે. બીજી તરફ અખિલેશ યાદવને 2 અને કોંગ્રેસના ખાતામાં 2 બેઠકો મળતી જોવા મળી રહી છે. આ ચૂંટણીઓમાં બસપાનું ખાતું પણ નથી ખુલી રહ્યું. 2019માં ભાજપને 56 બેઠકો મળી હતી. જ્યારે 2014માં ભાજપને 71 બેઠકો મળી હતી. બાદમાં ભાજપના ખાતામાં બે બેઠકોનો ઉમેરો થયો હતો. આ વખતે યુપીમાં ભાજપને બમ્પર વોટ મળતા જોવા મળી રહ્યા છે.
આ રીતે ભાજપ માટે ઉજળા સંકેતો મળી રહ્યા છે.