કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે, તમાકુનાં તમામ ઉત્પાદનોના પેકેટ પર આરોગ્ય ચેતવણી અંગે સુધારેલી માર્ગદર્શિકા સૂચિત કરી છે. આ સુધારેલા નિયમો પહેલી ડિસેમ્બરથી લાગુ થશે. મંત્રાલયે જણાવ્યું છે કે, પહેલી ડિસેમ્બર 2022 પછી ઉત્પાદિત અથવા આયાત કરાયેલા તમાકુનાં ઉત્પાદનો પર આરોગ્ય ચેતવણીમાં લેખિત ઉપરાંત તસવીર દર્શાવવાની રહેશે કે, તમાકુનું સેવન પીડાદાયક મૃત્યુનું કારણ બને છે.
મંત્રાલયે જણાવ્યું કે, સિગારેટના ઉત્પાદન, પુરવઠા, આયાત અથવા વિતરણમાં પ્રત્યક્ષ કે આડકતરી રીતે સંકળાયેલી કોઈપણ વ્યક્તિ એ સુનિશ્ચિત કરશે કે તમાકુનાં તમામ ઉત્પાદનોના પેકેટમાં આરોગ્ય ચેતવણીઓ સ્પષ્ટ હોવી જોઈએ. આ જોગવાઈનું ઉલ્લંઘન કરવાથી, સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન અધિનિયમ, 2003 માં નિર્ધારિત કેદ અથવા દંડ થશે.