સૌરાષ્ટ્રમાં વરસાદની નહિવત શકયતા છે.વરસાદનું જોર ઘટતા તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે. હવામાન વિભાગનું માનીએ તો બીજી ઓગસ્ટથી વરસાદનું જોર ફરી વધશે.જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 30 જુલાઈએ અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉપરાંત દિવસ દરમિયાન વાદળ છાયુ વાતાવરણ રહેશે.તો અમરેલીમાંન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે.તેમજ 66 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે.આણંદમાં મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળ છાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.