શ્રાવણ માસની શઆત થતા જ શ્રાવણીયા જુગારની મોસમ પણ શ થઈ ગઈ હોય તેમ રાજકોટ જિલ્લામાં જુગારના અલગ–અલગ ત્રણ દરોડામાં ૯ મહિલા સહિત ૨૮ પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી લીધા છે જેમાં વિંછીયાના સોમ પીપળીયા ગામે ૧૧ કાંગસિયાળીમાં લેટમાં જુગાર રમતી નવ મહિલા અને ગોંડલના કંટોલિયા ગામની સીમમાં જુગાર રમતા ૮ શખ્સોને ઝડપી લીધા હતા આ ત્રણે દરોડા દરમ્યાન પોલીસે કુલ પિયા ૧.૫૨ લાખની રોકડ કબજે કરી છે.
જુગારના દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, જસદણ પોલીસ મથકના પી.એસ.આઇ એન.જે.જાડેજા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એવી સચોટ બાતમી મળી હતી કે, વિછીયા તાલુકાના સોમ પીપળીયા ગામે રહેતો શંભુ દુદાભાઈ સોલંકી પોતાના મકાનમાં જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડો હતો દરોડા દરમિયાન જુગાર રમતા શંભુ સોલંકી ઉપરાંત મુકેશ કુકાભાઇ સાંકળિયા, મુકેશ દેવશીભાઈ દુમાદિયા, જેન્તી જીણાભાઈ ધોરીયા,જયંતિ ધાખાભાઈ બાવળીયા, વિપુલ હકુભાઈ તાવિયા, મગન બેચરભાઈ ડેરવાળિયા, રવજી રઘુભાઈ મેર, શમશેર મોહમ્મદભાઈ શેખ, સુરેશ પોલાભાઈ મકવાણા અને હરજી બચુભાઈ ધોરીયાને ઝડપી લીધા હતા. પોલીસે અહીં દરોડા દરમિયાન રોકડ પિયા ૫૪,૯૬૦ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.