ભાવનગરના ભરતનગર વિસ્તારમાં રહેતા યુવકે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે ભરતનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાવનગરના ભરતનગર વિસ્તારમાં રહેતા બારોટ યુવાન નિલેશભાઈ બાલકૃષ્ણભાઈ દેવલુકે કોઈ કારણોસર તેના ઘરે ગળાફાંસો ખાઈ લેતા સારવાર અર્થે સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે ભરતનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
પાલીતાણામાં રહેતા વૃદ્ધ મહિલા શારદાબેન રમેશભાઈ રાજકોટિયા ઉપર ૭૦ તેના ઘરે બાથરૂમમાં પડી જતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.