ભાવનગરના હાદાનગર, કુંભારવાડાના અપનાનગર અને માઢીયા રોડ વિસ્તારમાં અલગ અલગ ત્રણ સ્થળે બોરતળાવ પોલીસે જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા ૧૬ શખ્સને રૂ.૪૨ હજારના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા.
ભાવનગરમાં જુગારની મોસમ ખીલી હોય તેમ ઠેર ઠેર પત્તાની રમત માંડીને બેઠેલા ખેલૈયાઓ પોલીસની ઝપટે ચડી રહ્યા છે. બોરતળાવ પોલીસે અલગ અલગ ત્રણ સ્થળે દરોડા પાડી જુગારીઓને ઝડપી લીધા હતા, જેમાં ભાવનગરના હાદાનગર, સ્નેહમિલન સોસાયટીમાં આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા દિપક રમજાન મલિક, સુરપાલસિંહ વજુભા વાઘેલા અને નરેશ રામજીભાઈ ચૌહાણને જુગાર રમતા ઝડપી રહી રૂપિયા ૧૪,૨૪૯ કબજે કર્યા હતા.
આ ઉપરાંત કુંભારવાડામાં આવેલ અપનાનગરમાં મસ્જિદની પાછળના ભાગે જુગાર રમતા સાત ઈસમો હબીબ સલીમભાઈ શેખ, રાજુ મુકેશભાઈ બારૈયા, સાજીદ કુરેશી, ઈરફાન અમિતભાઈ શેખ, આમિર અક્રમભાઈ પઠાણ, સમીર રાજુભાઈ સમા અને મનોજ મહેશભાઈ ગોહેલને રૂ. ૧૫,૩૦૦ સાથે ઝડપી લીધા હતા. તેમજ કુંભારવાડાના મઢિયા રોડ, બાથાભાઈના ચોકમાં જુગાર રમતા છ ઈસમો સોનુ મફુભાઈ હળવદિયા, જીતુ તળશીભાઇ હળવદિયા, હરેશ રમેશભાઈ હળવદિયા, રાજેશ લાભુભાઈ હળવદિયા, સુરેશ વશરામભાઈ હળવદિયા અને ભાવેશ પ્રતાપભાઈ કુંઢીયા ને રૂ.૧૨,૩૪૦ રોકડા સાથે ઝડપી લઇ તમામ વિરોધ જુગારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.