ભાવનગર શહેરમાં રાંદલ માતાનું એક એવું મંદિર આવેલું છે કે જેની સાથે શ્રાવણ મહિનાના મેળાઓની પંરપરાગત લોકવાયકાઓ અને પંરપાર પણ જાેડાયેલી છે. ભાવનગર શહેનાં કરચલિયા પરા રાંદલમાં ના ચોકમાં એક ખાંચામાં આવેલું આ મંદિર એટલુ ભવ્ય છે કે તેના સંદર્ભેની વિગતો શાયદ વર્તમાન પેઢીથી અજાણ હશે.
માતાજીનાં સેવક પલ્લાભાઈએ જણાંવ્યું હતું કે જ્યારે મંદિરની ભવ્યતાની એન તેની સાથે રાજાશાહી કાળથી વણાયેલા ગૌરવવંતા ઈતિહાસની વાત કરી ત્યારે જાણીને ખૂબજ આનંદ થયો અને હળાહળ કળીયુગમાં પણ લાખ્ખો લોકોની આસ્થા અને શ્રદ્રા હજુ પણ અકબંદ છે અને માં રાંદલ લાખ્ખો લોકોની આ વાત અહીં રજૂ કરવાની ઈરછા પણ થઈ.
માતાજીનાં સેવક અને સ્થાનિક વિસ્તારનાં કોળી આગેવાન પ્રવિણભાઈ વાજા એટલે કે પલ્લાભાઈએ વિગતો આપતાં જણાવ્યું હતું કે આ મંદિર ૧૦૭ વર્ષ જુનુ છે અને અહીં ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી સ્વંયમ વધુ ભાવિકો અહીં દર્શનાર્થ આવતા હતા. તમામ માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને અહીં યુવક મંડળનાં પણ બંદોબસ્ત માટે હોય છે.
મંદિરમાં તમામ બારણાંઓ ચાંદીનાં છે. આખું મંદિર આરસનું છે અને માતાજીનું મુખ સોનાનું છે. રાંદલ માતાનું આ મંદિર ખૂબજ ભવ્ય છે અને આજુબાજુનાં ખાંચા ગલીનાં ૧૬ વિસ્તારો અહીંથી પસાર થાય છે. મંદિરને જબરદસ્ત રોશનીથી શણગારવામાં અવ્યું છે અને રવિવારથી તૈયારીઓ પણ જબરદસ્ત છે.
ભાવનગરનાં ૧૦૭ વર્ષ જૂના રાંદલ માતાના આ મંદિર દર્શન કરવો એ લ્હાવો છે. મંદિરના સેવક મહાકાળી મીલ્ક માર્કેટીંગનાં ભાવુદાસભાઈ ચુડાસમા, પ્રવિણભાઈ વાજા પલ્લાભાઈ, કાંતિભાઈ બાંભણીયા ભુવાદાદા, ભુપતભાઈ વાજા,બુધાભાઈ વાજા, શીવાભાઈ વાજા, પ્રવિણભાઈ વાજા,રમેશભાઈ વાઘેલા, મુકેશભાઈ વાઘેલા, બટુકભાઈ વાઘેલા,રમેશભાઈ વાજા, રાજેશભાઈ પરમાર, નરશીભાઈ સરવૈયા, દેવજીભાઈ દવે, દિલીપભાઈ વાઘેલા, પ્રકાશભાઈ વાજા, માવજીભાઈ સોલંકી, ગોપલભાઈ વાઘેલા, નરેશભાઈ વાઘેલા, મહેન્દ્રભાઈ વાજા, પ્રકાશભાઈ વાજા, રોહિતભાઈ વાજા, રવિભાઈ વાઘેલા, નિલેશભાઈ પરમાર, ગોપલભાઈ વાઘેલા, જીગરભાઈ બાંભણીયા, રાહુલભાઈ વાઘેલા સહિતનાં સેવકો સારી એવી જહેમત ઉઠાવી રહ્યા છે.