2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની શુભ શરુઆત થઈ ચૂકી છે. ભારતીય ખેલાડીઓ ક્યાંય પાછા ન પડે તેનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે. વિશ્વની ગમે તે રમત હોય પરંતુ ભારતીય ખેલાડીઓ હંમેશા સિતારાની જેમ ચમકતા જ હોય છે અને તેનો મોટો દાખલો કોમનવેલ્થ ગેમ્સની શરુઆતમાં મળ્યો છે. ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાઈ રહેલી 22મી કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે સિલ્વર મેડલ સાથે ભારતનું ખાતું ખુલી ગયું છે. આજે ભારતનો પ્રથમ મેડલ સ્ટાર વેઇટલિફ્ટર સંકેત મહાદેવ સરગરે જીત્યો છે. સંકેત સરગરે શનિવારે કોમનવેલ્થ ગેમ્સ 2022માં કમાલ કરી હતી. તેણે 55 કિલો વજનની રમતમાં 248 કિલો વજન ઉચકીને સિલ્વર મેડલ પોતાને નામે કર્યો હતો.