શ્રાવણ મહિનામાં શિવજીના અનુષ્ઠાન માટે દાઢી વધારવા માટે પોલીસ કર્મચારીઓને પૂર્વ મંજૂરી લેવી ફરજીયાત છે, રાજકોટ શહેર પોલીસબેડાના 350 જવાનોએ શ્રાવણ મહિનાનું આસ્થાનું કારણ દર્શાવીને આ મહિનો દાઢી વધારવા મંજૂરી માગી હતી પરંતુ પોલીસ કમિશનરે એકપણ કર્મચારીને મંજૂરી આપી નહોતી.
શ્રાવણ મહિનો શરૂ થયો છે, રાજકોટ શહેર પોલીસબેડાના 350 જવાનોએ આ એક મહિનો દાઢી રાખવાની મંજૂરી માગી હતી, રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આવી મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો, જોકે આસ્થા અને ધર્મની વાત હોવાથી કોઇ અધિકારી કે કર્મચારી શ્રાવણ મહિનામાં દાઢી રાખવા ઇચ્છતા હોય તો તેમણે રજા પર ઉતરી જવા અને શ્રાવણ મહિનો પુરો થયે ફરજ પર હાજર થઇ શકશે તેવી છુટ આપીછે.