જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના રક્કા ગામમાં પ્રણય ત્રિકોણના એક પરણીતાએ એસિડ પી લઈ જીવ દીધો છે. પોતાના પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધોના કારણે પતિના સ્ત્રી મિત્ર સાથે થયેલા ઝઘડા પછી પરણીતાએ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના રક્કા ગામમાં રહેતી જીજ્ઞાશાબેન રોહિતભાઈ રાંદલપરા નામની ૨૨ વર્ષની પરણીતાએ ગત ૨૫.૭.૨૦૨૨ના દિવસે પોતાના ઘેર એસિડ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા પછી ગઈકાલે રાત્રે તેણીનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતક ના પતિ રોહિત રમેશભાઈ રાંદલપરાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબજાે સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક જિજ્ઞાસાબેનના પતિ રોહિત ને નજમાબેન નામની એક અન્ય સ્ત્રી સાથે મિત્રતા હતી, જે અંગેની જીજ્ઞાસાબેનને જાણ થઈ ગયા પછી પતિએ જુના સંબંધો તોડી નાખ્યા નું જાહેર કર્યું હતું. પરંતુ તેના નજમા સાથેના નૈતિક સંબંધો ચાલુ જ રહ્યા હતા, અને ગત ૨૫મી તારીખે નજમાનો રોહિતના મોબાઇલમાં ફોન આવ્યો હતો. જે મોબાઈલ ફોન જીજ્ઞાસાબેને ઉપાડી લીધો હતો.
દરમિયાન જીજ્ઞાશાબેન અને નજમા સાથે ફોનમાં ઝઘડો થયો હતો. જેના કારણે જિજ્ઞાસા બેનને મનમાં લાગી આવ્યું હતું, અને ઘરમાં પડેલું એસિડ પી લેતાં તેણીએ સારવારમાં દમ તોડ્યો છે. આ બનાવને લઈને રક્કા ગામમાં ભારે ચકચાર જાગી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.