અમરેલી શહેરમાં વાહનોને અડચણરૂપ લારી ઉભી રાખનારા ચાર લોકો સામે તંત્રએ કાર્યવાહી કરી હતી. શાકમાર્કેટ રાજપુતાના હોટલની પાસે જાહેર રોડ ઉપર, અમરેલી માર્કેટયાર્ડના ગેઇટ પાસે જાહેર રોડ ઉપર, જુના માર્કેટ યાર્ડના ગેટની પાસેથી બે મળી કુલ ચાર ઈસમો સામે જાહેરમાં રસ્તા ઉપર આવતા જતા વાહનોને અડચણ થાય તે રીતે લારી ઉભી રાખી વેચાણ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.
તંત્રની કામગીરીથી આ રીતે લારી ઉભી રાખનારા ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો.