ખાંભા તાલુકાના ખડાધાર ગામમાં ચોમાસાના પ્રારંભે જ જંગલી ઈયળોનો ઉપદ્રવ વધતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જંગલી ઈયળો લોકોના ઘરોમાં આવી ગઈ છે. જંતુનાશક દવાઓના છટકાવ કરવા છતા પણ ઈયળો મરતી નથી. ઈયળોના કારણે લોકોને સ્કીનને લગતા રોગોમાં પણ વધારો જાવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક જંગલી ઈયળોને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોમાંથી માંગણી ઉઠી છે. જા તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવશે. તો આગામી સમયમાં રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત વ્યક્ત કરાઈ છે.